Hindu Stutis, Aarti, Garbo Lyrics

આનંદ નો ગરબો

આઈ આજ મુને આનંદ વદ્યો અતિ ઘણો માં

ગાવા ગરબા છંદ, બહુચર માત તણો માં…૧

અલવે આણ પંપાળ, અપેક્ષા આણી માં

છો ઈચ્છા પ્રતિપાણ, દ્યો અમૃતવાણી માં…૨

સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો માં

બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો માં…૩

તોતળા મુખ તન, તો તો તોય કહે માં

અર્ભગ માગે અન્ન, નિજ માતા મને લ્હે માં…૪

નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું માં

કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું માં…૫

કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો માં

મુરખ મન વહેમીન, રસ રટવાં વિચર્યો માં…૬

મુઢ પ્રમાણે મત્ય, મન મિથ્યા માપી માં

કોણ લહે ઉત્પત્ય વિશ્વ રહ્યાં વ્યાપી માં…૭

પરાક્રમ પર્મ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીંછુ માં

પૂરણ પ્રગટ અખંડ, યજ્ઞ થકો ઈચ્છુ માં…૮

અર્ણવ ઓછે પાત્ર, અકલ કરી આણું માં

પામુ નહી પળ માત્ર, મન જાણું નાણુ માં…૯

રસના યુગ્મ હજાર, તે રટતાં હાર્યો માં

ઈશે અંશ લગાર, લઈ મનમથ માર્યો માં…૧૦

મારકંડ મુનિરાય, મુખ માહત્મ ભાખ્યું માં

જૈમિનિ ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું માં…૧૧

અણગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો માં

માત જાગતિ જ્યોત, જળહળ તો પારો માં…૧૨

જશ તૃણવત ગુણ ગાન, કહુ ઊડળ ગુડળ માં

ભરવા બુદ્ધિ બે હાથ, ઓદ્યામાં ઉંડળ માં…૧૩

પાગ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ માં

માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડુ માં…૧૪

આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી માં

તુજ થી અવર અનેક, વિસ્તરતાં જાણી માં…૧૫

શક્તિ સરજવા શ્રેષ્ઠ સહેજ સ્વભાવ સ્વલ્પ માં

કંચિત કરૂણા દ્રષ્ટી, કૃતકૃત કોટી કલ્પ માં…૧૬

માતંગી મન મુક્ત, રમવા મન કીધું માં

જોવા જુક્ત અજુક્ત, રચિયાં ચૌદ ભુવન માં…૧૭

નીર ગગન ભૂ તેજ, સેજ કરી નિરમ્યાં માં

મારુત વશ જે જે, ભાંડ કરી ભરમ્યાં માં…૧૮

તતક્ષણ તન થી દેહ, ત્રણ કરી પેદા માં

ભવ કૃત કરતા જેહ, સરજે પાળે છેદા માં…૧૯

પ્રથમ કર્યા ઉચ્ચાર, વેદ ચાર વાયક માં

ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાયક માં…૨૦

પ્રગટી પંચમહાભુત, અવર સર્વ જે કો માં

શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિના નહિ કો માં…૨૧

મૂળ મહીં મંડાળ, મહા માહેશ્વ્રરી માં

યુગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી માં…૨૨

જળ મધ્યે જળશાઈ, પોઢ્યા જગજીવન માં

બેઠા અંતરિક્ષ આઈ, ખોળે રાખી તન માં…૨૩

વ્યોમ વિમાન ની વાટ, ઠાઠ ઠઠ્યો ઓછો માં

ઘટ ઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો માં…૨૪

જનમ જનમ અવતાર, આકારે જાણી માં

નિર્મિત હિત નર નાર, નખ શિખ નારાયણી માં…૨૫

પનંગ પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી માં

યુગ યુગ માહે ઝંખી, રૂપે રૂદ્રાણી માં…૨૬

ચક્ષુ મધ્ય ચૈતન્ય, વચ આસન ટીકી માં

જણાવવા જન મન, મધ્યમાત કીકી માં…૨૭

અચર ચર ત્રણ ચરણ વાયુ, ચર વારી ચરતાં માં

ઉદર ઉદર ભરિ આયુ, તું ભવની ભરતાં માં…૨૮

રજો તમોને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા માં

ત્રિભુવન તારણ તત્વ, જગત તણી જાતા માં…૨૯

જ્યાં જેમ ત્યાં તેમ રૂપ, તેજ ધર્યું સઘળે માં

કોટી કરે જપ ધુપ, કોઈ તુજને ન કળે માં…૩૦

મેરૂ શિખર મહિ માહ્ય, ધોળાગઢ પાસે માં

બાળી બહ્ચર માય, આદ્ય વસે વાસો માં…૩૧

ન લહે બ્રહ્મા ભેદ, ગૃહય ગતિ ત્હારી માં

વાણી વખાણી વેદ, શી મતિ મ્હારી માં…૩૨

વિષ્ણુ વિમાસી મન, ધન્ય એમ ઉચ્ચરિયા માં

અવર ન તુજ થી અન્ય, બાળી બહુચરિયા માં…૩૩

માને મન માહેશ, માત મયા કીધે માં

જાણે સુરપતિ શેષ, સહુ ત્હારે લીધે માં…૩૪

સહસ્ત્ર ફણીધર શેષ, શક્તિ સબળ સાધી માં

નામ ધર્યુ નાગેશ, કીર્તિ તો વ્યાધી માં…૩૫

મચ્છ; કચ્છ, વારાહ, નૃસિંહ વામન થઈ માં

એ અવતારો તારાય, તે તુજ માત્રમહી માં…૩૬

પરશુરામ શ્રીરામ, રામ બલિ બળ જેહ માં

બુદ્ધ કલકી નામ, દશ વિધ ધારી દેહ માં…૩૭

મધ્ય મથુરાથી બાળ, ગોકુળ તો પહોંચ્યું માં

તેં નાખી મોહ જાળ, બીજું કોઈ ન્હોતું માં…૩૮

કૃષ્ણ કૃષ્ણ અવતાર, કળી કારણ કીધું માં

ભક્તિ મુક્તિ દાતાર, થઈ દર્શન દીધું માં…૩૯

વ્યંઢળ નપુંસક નાર નહિ, પુરુષા પાંખ્યું માં

એ આશ્રર્ય સંસાર, શ્રૃતિ સ્મૃતિએ ભાખ્યાં માં…૪૦

જાણી વ્યંઢળ કાય, જગમાં અણજુગતી માં

માતા મોટે મહિમાય, ઈન્દ્ર કથે યુક્તિ માં…૪૧

મેરામણ મથ મેર, કીધો રવૈયો સ્થિર માં

આકર્ષણ એક તેર, વાસુકિના નેતર માં…૪૨

સુર સંકટ હરનાર સેવકને સન્મુખ માં

અવિગત અગમ અપાર, આનંદા અધિસુખ માં…૪૩

સનકાદિક મુનિ સાથ, સેવી વિધ વિધેં માં

આરાધી નવનાથ; ચોરાશી સિધ્ધે માં…૪૪

આવી અયોધ્યા ઈશ, નામી શીશ વળ્યા માં

દશમસ્તક ભુજ વીશ, છેદી સીતા મળ્યા માં…૪૫

નૃપ ભીમકની કુમારી, તમ પૂજ્યે પામી માં

રૂક્ષમણિ રમણ મોરાર, મનગમતો સ્વામી માં …૪૬

રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે માં

સંવત્સર એકબાર, વામ્યા તમ અંગે માં…૪૭

બાંધ્યો તનપ્રદ્યુમન, છુટૅ નહી કોઈથી માં

સમરિપુરી શંખલ ગયો કારાગૃહેથી માં…૪૮

વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકળ સાંખી માં

શક્તિ સકળ મંડાણ, સર્વ રહ્યાં રાખી માં…૪૯

જે જે જગ્યા જોઈ, ત્યાં ત્યાં તું તેવી માં

સમ વિભ્રમ મતિ ખોઈ, કહી ન શકું કેવી માં…૫૦

ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવની માં

આધ્ય મધ્ય અવસાન, આકાશે અવની માં…૫૧

તિમિર હરણ શશિશૂર, તે તારો ધોખો માં

અમિ અગ્નિ ભરપુર, થઈ પોખો શોખો માં…૫૨

ષટ ઋતુ રસમાસ, દ્વાદશ પ્રતિબંઘે માં

અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસંઘે માં…૫૩

ધરતી તું ધન ધાન્ય, ધ્યાન ધરે નાવે માં

પાલન પ્રજા પ્રજન્ય, અણ ચિંતવે આવે માં…૫૪

સકળ શ્રેષ્ઠ સુખદાઈ, પચ દધિ ધૃતમાંહે માં

સર્વે રસ સરસાઈ, તુજ વિણ નહિ કાંઈ માં…૫૫

સુખ દુઃખ બે સંસાર, તારા ઉપજાવ્યાં માં

બુદ્ધિ બળને બલીહારી, ઘણું ડાહ્યા વાહ્યા માં…૫૬

ક્ષુદ્યા તૃષા નિદ્રાય, લઘુ યૌવન વૃધ્ધા માં

શાંતિ શૌર્ય ક્ષમાય; તું સઘળે શ્રધ્ધા માં…૫૭

કામ ક્રોધ મોહ લોભ, મદ મત્સર મમતા માં

તૃષ્ણા સ્થિર થઇ ક્ષોભ શાંતિ ને ક્ષમતા માં…૫૮

ધર્મ અર્થ ને કામ; મોક્ષ તું મંમાયા માં

વિશ્વતણો વિશ્રામ; ઉર અંતર છાયા માં…૫૯

ઉદય ઉદારણ અસ્ત, આદ્ય અનાદિથી માં

ભાષા ભૂર સમસ્ત, વાક્ય વિવાદેની માં…૬૦

હર્ષ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિતતું માં

ભાવ ભેદ નિજ ભાસ્ય, ભ્રાન્ત ભલી ચિત્ત તું માં…૬૧

ગીત નૃત્ય વાજિંત્ર તાલ તાન માને માં

વાણી વિવિધ વિચિત્ર ગુણ અગણિત ગાને માં…૬૨

રતિરસ વિવિધ વિલાસ, આશા સકળ જગની માં

તન મન મધ્યે વાસ, મહમાયા મગની માં…૬૩

જાણે અજાણે જગત, બે બાઘા જાણે માં

જીવ સકળ આસક્ત, સહુ સરખું માણે માં…૬૪

વિવિધ ભોગ મરજાદ, જગ દાખ્યું ચાખ્યું માં

ગરથ સુણતાં તે સ્વાદ, પદ પોતે રાખ્યું માં…૬૫

જડ થડ શાખ પત્ર, પુષ્પ ફળે ફળતી માં

પરમાણું એક માત્ર, ઇતે વાસર ચળતી માં…૬૬

નિપટ અટપટી વાત, નામ કહું કોનુ માં

સરજી સાતે ઘાત, માત અધીક સોનુ માં…૬૭

રત્ન મણિ માણેક, નંગ મુકીયાં મુક્તા માં

આભા અધિક અટંક, અન્ય ન સંયુક્તા માં…૬૮

નીલ પિત આરક્ત, શ્યામ શ્વેત સરખી માં

ઉભય વ્યક્ત-અવ્યક્ત, જગતજને નિરખી માં…૬૯

નગજે અધિકુળ આઠ, હિમાચલ આઘે માં

પવન ગવન ઠઠિ ઠાઠ, તું રચીતા સાધે માં…૭૦

વાપી-કૂપ તળાવ, તું સરિતા સિંધુ માં

જળતારણ જેમ નાવ, ત્યમ તારણ બધું માં…૭૧

વનસ્પતિ ભાર અઢાર, ભૂ ઉપર ઉભાં માં

કૃત કૃત તું કિરતાર કોશ વિઘાં કુંભાં માં…૭૨

જડ ચેતન અભિધાન, અંશ અંશ ધારી માં

માનવી મોંટે માન એ કરણી તારી માં…૭૩

વર્ણ ચાર નિજ કર્મ, ધર્મ સહિત સ્થાપી માં

બે ને બાર અપર્મ, અનુચર વર આપી માં…૭૪

વાંડવ વન્હિ નિવાસ, મુખ માતા પોતે માં

તૃપ્તે તૃપ્તે ગ્રાસ, માત જગન્ન જ્યોતે માં…૭૫

લક્ષ ચોરાશી જન, સહુ તારા કીધાં માં

આણ્યો અસુરનો અંત, દંડ ભલા દીધા માં…૭૬

દુષ્ટ દમ્યાં કઈ વાર, દારૂણ દુઃખ દેતા માં

દૈત્ય કર્યા સંહાર, ભાગ યજ્ઞ લેતા માં…૭૭

સુદ્ધ કરણ સંસાર, કર ત્રિશુળ લીધું માં

ભૂમી તણો શિરભાર, હરવા મન કીધું માં…૭૮

બહુચર બુદ્ધિ ઉદાર, ખળ ખોળી ખાવા માં

સંત કરણ ભવ પાર, સાધ્ય કરે સ્વાહા માં…૭૯

અધમ ઉધારણહાર, આસન થી ઉઠી માં

રાખણ યુગ વ્યવહાર, બદ્ધ બાંધી મુઠી માં…૮૦

આણી મન આનંદ મા, માંડે પગલાં માં

તેજ કિરણ રવિચંદ, દે  નાના ડગલાં માં…૮૧

ભર્યા કદમ બે ચાર, મદ માતી મદભર માં

મન માં કરી વિચાર, તેડાવ્યો અનુચર માં…૮૨

કુરકટ કરી આરોહ, કરૂણાકર ચાલી માં

નખ પંખીમય મેલ્યા પગ પૃથ્વી હાલી માં…૮૩

ઉડી ને આકાશ, થઈ અદ્ભુત આવ્યો માં

અધક્ષણમા એક શ્વાસ, અવનીતળ લાવ્યો માં…૮૪

પાપી કરણ નિપાત, પૃથ્વી પડ માંહે માં

ગોઠ્યું મન ગુજરાત, ભીલાં ભડ માંહે માં….૮૫

ભોળી ભવાની માય; ભાવ ભર્યા ભાલે માં

કીધી ઘણી કૃપાય, ચુંવાળે આળે માં…૮૬

નવખંડ ન્યારી નેટ, નજર વજર પેઠી માં

ત્રણે ગામ તરભેટ, ઠેઠ અડી બેઠી માં…૮૭

સેવક સારણ કાજ, શંખલપૂર છેડે માં

ઉઠ્યો એક આવાજ, દેડાણા નેડે માં…૮૮

આવ્યા શરણા શરણ, અતિ આનંદ ભર્યો માં

ઉદિત મુંદિત રવિ કિર્ણ, દશ દીશ યસ પ્રસર્યો માં…૮૯

સકળ સમૃદ્ધ સુખમાત, બેઠાં ચિત સ્થિર થઈ માં

વસુધા મધ્ય વિખ્યાત, વાત વાયુવિધ ગઈ માં…૯૦

જાણે સહુ જગ જોર, જગજનની જોખે માં

અધિક ઉડાડ્યો શોર, વાસ કરી ગોખે માં…૯૧

ચાર ખુંટ ચોખાણ, ચર્ચા એ ચાલી માં

જન જન પ્રતિમુખ વાણ, બહુચર બિરદાળી માં…૯૨

ઉદો ઉદો જય કાર, કીધો નવ ખંડે માં

મંગલ વર્ત્યા ચાર, ચૌદે બ્રહ્માંડે માં…૯૩

ગાજ્યા સાગર સાત, દુધે મેહ ઉઠ્યા માં

અધર્મ ધર્મ ઉત્પાત, સહુ કીધા જુઠ્ઠા માં…૯૪

હરખ્યા સુર નર નાર, મુખ જોઈ માતાનું માં

અવલોકી અનુરાગ, મુનિ મન સરખાનું માં…૯૫

નવગૃહ નમવા પાય પાગ્ય, પાગ પળી આવ્યા માં

ઉપર ઉતારવા કાજ, મણિમુક્તા લાવ્યા માં…૯૬

દશ દિશના દિગપાળ, દેખી દુઃખ વામ્યાં માં

જન્મ મરણ જંજાળ, જીતી સુખ પામ્યા માં…૯૭

ગુણ ગાંધર્વ યશ ગાન, નૃત્ય કરે રંભા માં

સ્વર સુણતાં તે કાન, ગતિ થઈ ગઈ સ્થંભા માં…૯૮

ગુણ નિધિ ગરબો જેહ, બહુચર માત કેરો માં

ધારે ધરીને દેહ, સફળ ફરે ફેરો માં….૯૯

પામે પદારથ પાંચ, શ્રવણે સાંભળતાં માં

ના આવે ઉન્હી આંચ, દાવાનળ બળતાં માં…૧૦૦

શસ્ત્ર ન ભેદે અંગ, આદ્યશક્તિ રાખે માં

નિત નિત નવલે રંગ શમ દમ કર્મ પાખે માં…૧૦૧

જળ જે અનધ અગાધ ઉતારે બેડે માં

ક્ષણ ક્ષણ નિશદિન પ્રાત, ભવ સંકટ ફેડે માં…૧૦૨

ભુત પ્રેત જાંબુક, વ્યંતર ડાકેણી માં

ના આવે આડી અચુક, શામાં શાકેણી માં…૧૦૩

ચરણ કરણ ગતિ ભંગ, ખંગ પુંગ વાળે માં

ગુંગ મુંગ મુખ અંગ, અબધ બધી ટાળે માં…૧૦૪

સેંણ વિહોણા નેણ, નેણા તું આપે માં

પુત્ર વિહોણાં કેણ, મેણાં તું કાપે માં…૧૦૫

કળી કલ્પતરૂ ઝાડ, જે જાણે તે ને માં

ભક્ત લડાવે લાડ, પાડ વિના કે ને માં…૧૦૬

પ્રકટ પુરૂષ પુરૂષાઈ, તું આલે પલમાં માં

ઠાલે ઘેર ઠકુરાઈ, દો દલ હલબલમાં માં…૧૦૭

નિર્ધન ને ધન પાત્ર તે, કરતાં તું છે માં

રોગ દોષ દુઃખ માત્ર, તું હરતાં તું છે માં…૧૦૮

હય ગજ રથ સુખપાલ, આલ વિના અજરે માં

બરદે બહુચર બાળ, ન્યાલ કરે નજરે માં…૧૦૯

ધર્મ ધ્વજા ધન ધાન્ય, ન ટળે ધામ થકી માં

મહિપત મુખ દે માન માના નામ થકી માં…૧૧૦

નર નારી ધરી દેહ, હેતે જે ગાશે માં

કુમતિ કર્મ કુત ખેહ, થઈ ઉડી જાશે માં…૧૧૧

ભગવતિ ગીત ચરિત્ર, જે સુણશે કાને માં

થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને માં…૧૧૨

તુંથી નથી કઈ વસ્ત, જેથી તું તરપુ માં

પૂરણ પ્રગટ પ્રશશ્ત, શ્રી ઉપમા અરર્પું માં…૧૧૩

વારં વાર પ્રણામ. કર જોડી કીજે માં

નિર્મળ નિશ્રય નામ, જનનીનુ લીજે માં…૧૧૪

નમો નમો જગ માત, સહસ્ત્ર નામ તારાં માં

માત તાત ને ભ્રાત, તું સર્વે મારા માં…૧૧૫

સંવત શતદશ સાત, નવ ફાલ્ગુન સુદે માં

તિથી તૃતિયા વિખ્યાત, શુભ વાસર બુધ્ધે માં…૧૧૬

રાજ નગર નિજ ધામ, પુરે નવિન મધ્યે માં

આઈ આદ્યવિશ્રામ, જાણે જગત મધ્યે માં…૧૧૭

કરત દુર્લભ સુર્લભ, રહું છું છેવાંડો માં

કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો માં…૧૧૮

કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો માં

આઈ આજ મુને આનંદ વદ્યો અતિ ઘણો માં

ગાવા ગરબા છંદ, બહુચર માત તણો માં

અલવે આણ પંપાળ, અપેક્ષા આણી માં

છો ઈચ્છા પ્રતિપાણ, દ્યો અમૃતવાણી માં

સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો માં

બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો માં

બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો માં

બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો માં


શ્રી બહુચર બાવની

જય બળધારી બહુચર માત, સચરાચરમાં તારો વાસ.

મહિમા તારો અપરંપાર, ગુણલાં ગાતાં નર ને નાર.

દંઢાસુરનો કીધો નાશ, શંખલપુરમાં કીધો વાસ.

બાળા રૃપે વસિયાં માત, વાયુ વેગે થઈ વિખ્યાત.

બેઠી માઁ તું ચુંવાળ ચોક, દર્શને આવે જગના લોક.

સોલંકીને કીધી સહાય, એક પલકમાં પકડી બાંય.

નારીનો તેં કીધો નર, નામ કીધું જગમાં અમર.

મોગલ આવ્યા ચોથે  ચુંવાળ, મરઘાનો કીધો આહાર.

મધરાતે તેં કીધો પોકાર, પેટ ફાડીને આવ્યાં બહાર.

મોગલ મરિયા ત્યાં તત્કાળ, કૂકડા રમતા માઁની પાળ.

ગોવાળોના બાળ રમે,  ફલડીમંથી  કટક જમે.

એવી તારી લીલા માત, વેદ પુરાણે જાણી વાત.

વલ્લભ ભટે જાણી દાસ, સનમુખ આવી આપો આપ.

આનંદના ગરબાની સાથ, વાણીમાં તેં કીધો વાસ.

શ્રીજી બાવા રાજાધિરાજ, ભટ્ટજી ગયાં દર્શને કાજ.

નિજમંદિરનાં ખુલ્યા  દ્વાર, ભટ્ટ બોલ્યા જય બહુચર માત.

વૈષ્ણવોને ચઢયો કાળ, ભટ્જજીને માર્યો છે માર.

સત્તાધીશે પકડયા ત્યાં, ભટ્ટજીને પૂર્યા કારાવાસ.

મધ્યરાત્રીએ આવી માત, બાળક પર ફેરવતી હાથ.

સાથે છે ભોજનનો થાળ, જમો તમે લાડીલા બાળ.

ભટ્ટજી કહે ના ખાવું અન્ન, પાળો મારું એક વચન.

મન મારું ત્યારે હરખાય, શ્રીજી માઁ સ્વરૂપે દેખાય.

માએ ત્યાં દીધું વચન, મંદિરમાં સૌ જુએ જન.

શ્રીજી બનિયા માઁ સ્વરૂપ, ધર્યું એવું અનુપમ રૂપ.

ચૂંદડી ઓઢી છે મસ્તક, નાકે છે મોતીની નથ.

બહુચર માનો જય જયકાર, ભટ્ટજીને આનંદ અપાર.

મેવાડાની છે મોટી નાત, ભટ્ટજીનો કીધો ઉપહાસ.

આવો નિત્ય જમવા કાજ, તમે જમાડો બ્રાહ્મણી નાત.

ભટ્ટજીને જયાં મહેણું દે, મા બહુચરની બોલ્યાં જે.

સત્તરસો બત્રીસની સાલ, માગશર સુદ બીજને સોમવાર.

બહુચર માના નામે કરી, નોંતરા સોને દીધાં ફરી.

રસ રોટલીની માગી નાત, સ્વીકારી ભટ્ટજીએ વાત.

ઘેર આવીને ફિકર પડી, આ તો આફત આવી ખડી.

વલ્લભ ભટ્ટ ને ધોળા સાથ, લીધી દૂધેશ્વરની વાટ.

જ્ઞાતિજન થાતાં તૈયાર, આવ્યા નવાપુરાને દ્વાર.

નાત તણી તેયારી નહિ, વાતો કરતાં માંહોમાંહી.

પાખંડીની કેવી ચાલ, એવું બોલે નર ને નાર.

મધ્યાહ્તની જયાં થઈ છે ઘડી, બહુચરમાને ફિકર પડી.

વલ્લભ રૂપે બહુચરમાત, ધોળા રૂપે નારસંગ સાથ.

આવ્યાં નવાપુરાને દ્વાર, સામગ્રી કીધી તેયાર.

વિસ્મય પામી સૌએ જન, ભટ્ટજીએ પાlyu વચન.

રસ રોટલી કીધી તૈયાર, જમવા આવે નાર ને નાર.

બહુચર મા છે પૂરણ કામ, ભટ્ટજીની વધારી શાન.

ચુંવાળના એ પુનિત ધામ, મા બહુચરનો એja મુકામ.

વિલોચતનું દુઃખ હર્યું, જયાં માજીનું ધ્યાન ધર્યું.

ધન સંપત પ્રેમે દીધી, મન વાંછના વ્યાં પૂરી કીધી.

યદુરામની સેવા ઘણી, માએ જોયું તેના ભણી.

પુત્ર લગનમાં આવ્યાં માત, પૂરણ કીધી એની આશ.

કંઈ ભક્તોનાં કરિયાં કામ, નવખંડ ગાજે એનું નામ.

બહુચર મા છે દી્નદયાળ, નિજભક્તોની છે રખવાળ.

બહુચર ગાથા જે જન ગાય, દુઃખ નિવારણ તેનું થાય.

બાળ થઈ જે થાયે દાસ, બહુચર પૂરે એની આશ.

બોલો શ્રી બહુચર માતકી જય


કરું કોટી કોટી પ્રણામ

કરું કોટી કોટી પ્રણામ માડી તારા ચરણોમાં

મારે અડસટ તીરથ ધામ માડી તારા ચરણોમાં

સોનલ વરણો સૂરજ ઊગ્યો

ઘેર પધાર્યા માત રે, મારે ઘેર પધાર્યા માત રે

પૂર્વજન્મનાં પુણ્ય જ ફળિયાં,

પ્રગટ્યું પુણ્ય પ્રભાવ, માડી તારા ચરણોમાં,

કુમકુમ અક્ષત ફૂલ સુગંધિત

શગ મોતીનો થાઈ રે, મારે શગ મોતીનો થાઈ રે

આજ વધાવું માત ભવાની,

થાય સફળ અવતાર, માડી તારા ચરણોમાં,

અમીભરી નજરે માત નિહાળો,

એકં જ છે મુજ આશ રે,

બિંદુ કર જોડીને ઊભો,

જનમ જન્મનો દાસ રે,

માડી તારા ચરણોમાં

કરું કોટી કોટી પ્રણામ માડી તારા ચરણોમાં

બોલો શ્રી બહુચર માતકી જય


અંબે માઁ ની આરતી

જય આદ્યા શક્‍તિ, માઁ જય આદ્યા શક્‍તિ

અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા

પડવે પ્રગટ્યા માઁ,

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

દ્વિતિયા બેય સ્‍વરૂપ, શિવ શક્‍તિ જાણું

માઁ શિવ શક્‍તિ જાણું

બ્રહ્મા ગણપતિ ગાયે, બ્રહ્મા ગણપતિ ગાયે

હર ગાયે હર માઁ,

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

તૃતીયા ત્રણ સ્‍વરૂપ, ત્રિભુવનમાં બેઠા

માઁ, ત્રિભુવનમાં બેઠા

દયા થકી તરવેણી, દયા થકી તરવેણી

તમે તારૂણી માતા

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

ચોથે ચતુરા મહાલક્ષ્મી માઁ, સચરાચર વ્‍યાપ્‍યાં,

માઁ સચરાચર વ્‍યાપ્‍યાં,

ચાર ભુજા ચૌદિશા, ચાર ભુજા ચૌદિશા,

પ્રગટયાં દક્ષિણમાં

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

પંચમી પંચ ઋષિ, માઁ પંચમી પદ્મામાં

પંચ તત્‍વ ત્‍યાં સોહિયે

પંચ તત્‍વ ત્‍યાં સોહિયે

પંચે તત્‍વોમાં

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો

માઁ મહિસાસુર માર્યો

નર નારી ના રૂપે, નર નારી ના રૂપે

વ્‍યાપ્‍યાં સઘળે માઁ

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

સપ્તમી સપ્ત પતાળ, સંધ્‍યા સાવિત્રી

માઁ સંધ્‍યા સાવિત્રી

ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી

ગૌરી ગીતા માઁ

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

અષ્ટમી અષ્ટભુજા, આવી આનંદ માઁ

માઁ આવી આનંદ માઁ

સુનીવર મુનીવર જનમ્‍યા, સુનીવર મુનીવર જનમ્‍યા

દેવ દૈત્‍યો માઁ

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

નવમી નવકુળ નાગ

સૈવે નવદુર્ગા, માઁ સેવે સૈવે નવદુર્ગા

નવરાત્રીના પૂજન,, શિવરાત્રીનાં અર્ચન,

કીધાં હર બ્રહ્મા માઁ

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

દશમી દશ અવતાર, જય વિજયા દશમી,

માઁ જય વિજયા દશમી

રામે રામ રમાડયા, રામે રામ રમાડયા,

રાવણ રોયો માઁ

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

એકાદશી અગિયારસ, કાત્‍યાયની કામા માઁ,

માઁ કાત્‍યાયની

કામદુર્ગા કાળીકા, કામદુર્ગા કાળીકા

શ્‍યામાને રામા,

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

બારસે બાળારૂપ, બહુચરી અંબા માઁ, માઁ

 બહુચરી અંબા માઁ

બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ

ત્‍હારા છે તુજ માઁ,

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

તેરશે તુળજા રૂપ , તમે તારૂણી માતા,

માઁ તમે તારૂણી માતા

બ્રહમા વિષ્‍ણુ સદાશિવ , બ્રહમા વિષ્‍ણુ સદાશિવ ,

ગુણતારા ગાતા

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડ માઁ

માઁ ચંડી ચામુંડ માઁ,

ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,

સિંહ વાહિની માતા,

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

પુનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા

માઁ સાંભળજો કરુણા, mવસિષ્ઠ દેવે વખાણ્‍યાં

માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં, ગાઈ શુભ કવિતા

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ માઁ

માઁ સોળસે બાવીસ માઁ

સવંતસોળમાં પ્રગટયાં, સવંતસોળમાં પ્રગટયાં

રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી

માં મંછાવટી નગરી

સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ

સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી,

માઁ દયા કરો ગૌરી,

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

શિવ શક્‍તિની આરતી

જે કોઈ ગાશે, માઁ જે ભાવે ગાશે

ભણે શિવાનંદ સ્‍વામી, ભણે શિવાનંદ સ્‍વામી

સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે,

માઁ અંબા દુઃખ હરશે, માઁ બહુચર દુઃખ હરશે,

માઁ બહુસ્મર્ણા દુઃખ હરશે,

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

ભાવ ના જાણુ, ભક્‍તિ ના જાણું

નવજાણું સેવા, માઁ નવ નવજાણું સેવા

વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો, વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો

ચરણે સુખ દેવા

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

એકમ એક સ્‍વરૂપ,

અંતર નવધરશો, માઁ અંતર અંતર નવધરશો

ભોળા ભવાની ને ભજતાં, ભોળા ભવાની ને ભજતાં

ભવ સાગર તરશો,

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

માઁનો મંડપ લાલ ગુલાલ, શોભા બહુસારી

માઁ શોભા બહુસારી

આંગણ કુંકણ નાંચે , આંગણ કુંકણ નાંચે 

માઁ જય બહુચર વાળી

માઁ જય બહુસ્મર્ણા વાળી

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

માઁ ની ચૂંદડી લાલ ગુલાલ

શોભા બહુ સારી,

માઁ , શોભા બહુ સારી

અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે

જય બહુચર વાળી

માઁ જય બહુસ્મર્ણા વાળી

ૐ જ્‍યો જ્‍યો માઁ જગદંબે

______________________________

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્‍થિતા

નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ  નમો નમઃ


गणपति अथर्वशीर्ष

ॐ नमस्ते गणपतये

ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः ।
भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।
स्थिरैरङ्गैस्तुष्टुवाग्‍ँसस्तनूभिः ।
व्यशेम देवहितं यदायूः ।

स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः ।
स्वस्ति नः पूषा विश्ववेदाः ।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः ।
स्वस्ति नो बृहस्पतिर्दधातु ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

ॐ नमस्ते गणपतये ॥१॥

त्वमेव प्रत्यक्षं तत्त्वमसि ।
त्वमेव केवलं कर्ताऽसि ।
त्वमेव केवलं धर्ताऽसि ।
त्वमेव केवलं हर्ताऽसि ।
त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि ।
त्वं साक्षादात्माऽसि नित्यम् ॥२॥

ऋतं वच्मि । सत्यं वच्मि ॥३॥

अव त्वं माम् ।
अव वक्तारम् ।
अव श्रोतारम् ।
अव दातारम् ।
अव धातारम् ।
अवानूचानमव शिष्यम् ।

अव पश्चात्तात् ।

अव पुरस्तात् ।

अवोत्तरात्तात् ।
अव दक्षिणात्तात् ।
अव चोर्ध्वात्तात् ।
अवाधरात्तात् ।
सर्वतो मां पाहि पाहि समन्तात् ॥४॥

त्वं वाङ्मयस्त्वं चिन्मयः ।
त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः ।
त्वं सच्चिदानन्दाऽद्वितीयोऽसि ।
त्वं प्रत्यक्षं ब्रह्मासि ।
त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि ॥५॥

सर्वं जगदिदं त्वत्तो जायते ।
सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति ।
सर्वं जगदिदं त्वयि लयमेष्यति ।
सर्वं जगदिदं त्वयि प्रत्येति ।

त्वं भूमिरापोऽनलोऽनिलो नभः ।
त्वं चत्वारि वाक् परिमिता पदानि ।

त्वं गुणत्रयातीतः ।

त्वं देहत्रयातीतः ।
त्वं अवस्थात्रयातीतः ।
त्वं कालत्रयातीतः ।

त्वं मूलाधारस्थितोऽसि नित्यम् ।
त्वं शक्तित्रयात्मकः ।
त्वां योगिनो ध्यायन्ति नित्यम् ।

त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं
रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं
वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं
ब्रह्म भूर्भुवस्सुवरोम् ॥६॥

गणादिं पूर्वमुच्चार्य वर्णादींस्तदनन्तरम् ।
अनुस्वारः परतरः ।
अर्धेन्दुलसितम् ।
तारेण ऋद्धम् ।
एतत्तव मनुस्वरूपम् ॥७॥

गकारः पूर्वरूपम् ।
अकारो मध्यरूपम् ।
अनुस्वारश्चान्त्यरूपम् ।
बिन्दुरुत्तररूपम् ।
नादस्संधानम् ।
सग्ं‌हिता संधिः ॥८॥

सैषा गणेशविद्या ।
गणक ऋषिः ।
निचृद्गायत्रीच्छन्दः ।
गणपतिर्देवता ।
ॐ गं गणपतये नमः ॥९॥

एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि ।
तन्नो दन्तिः प्रचोदयात् ॥१०॥

एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि ।
तन्नो दन्तिः प्रचोदयात् ॥१०॥

एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि ।
तन्नो दन्तिः प्रचोदयात् ॥१०॥

एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि ।
तन्नो दन्तिः प्रचोदयात् ॥१०॥

एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणम् ।
रदं च वरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजम् ॥
रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससम् ।
रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैस्सुपूजितम् ॥

भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् ।
आविर्भूतं च सृष्ट्यादौ प्रकृतेः पुरुषात्परम् ।
एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः ॥११॥

नमो व्रातपतये ।
नमो गणपतये ।
नमः प्रमथपतये ।
नमस्तेऽस्तु लम्बोदरायैकदन्ताय
विघ्ननाशिने शिवसुताय वरदमूर्तये नमः ॥१२॥

ॐ शान्तिश्शान्तिश्शान्तिः ॥